વાડજમાં પરિવાર રાત્રે ધાબે સુવા ગયો અને ચોરોએ ઘરમાંથી 1.96 લાખનો હાથફેરો કર્યો

મનોજ પંચાલ મિસ્ત્રી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના મકાનની ઉપર ભાડુઆત રહે છે. બે દિવસ પહેલાં રાત્રે પરિવારના સભ્યો પરવારીને ઘર બંધ કરીને ધાબે સુવા માટે ગયા હતાં. બીજા દિવસે સવારે છ વાગ્યાની આસપાસ ફરિયાદીની માતા જાગીને નીચે આવ્યા ત્યારે ઘરના દરવાજાનો નકુચો તૂટેલો હતો. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે મારી માતાએ મને જગાડીને વાત કરી અને મેં નીચે આવી જોયેલું તો મારા ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તુટેલ હતો અને દરવાજો ખુલ્લો હતો.ઘરમાં પ્રવેશ કરી જોતા મારા પ્રથમ રૂમમાં ટી.વી ટેબલ ઉપર મુકેલ મારુ પાકીટ જોતા તેમાંથી ચાર હજાર રોકડા હતા નહીં.
મારા અંદરના બીજા નંબરના રૂમમાં પ્રવેશ કરી જોતા તેમાં પડેલી તિજોરીનું લોક તુટેલ હતો. તિજોરીનો સામાન બહાર રૂમમાં વેરવિખેર પડેલો હતો. તિજોરીનો સામાન તપાસતા અમારા સોના ચાંદીના દાગીનામાંથી ગળામાં પહેરવાનો સોનાનો બુટી સાથેનો હાર, સોનાની કાનસેર, સોનાની વિંટી નંગ, સોનાની કાનની બુટ્ટી, એક સોનાનો દોરો, સોનાની કાનમાં પહેરવાની કડીઓ, સોનાનું પેન્ડલ, ચાંદીના પગના છડા અને ચાંદીના કમરમાં લગાવવાના આંકડા ચોરાઈ ગયા હતાં. આમ રોકડા મળી કુલ 1.96 લાખની ચોરી કરીને ચોરો ફરાર થઈ ગયા હતાં. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી.

Social