સાણંદ GIDC પોલીસ સ્ટેશનના પ્રોહી.ના ગુન્હામાં 2 વર્ષથી ફરાર ઈસમ પકડાયો

એલસીબી ટીમે ગત ડિસેમ્બર 2022માં બાતમી આધારે સાણંદના કૂબા ગામથી રેથલ જવાના માર્ગ પર સીએનજી રિક્ષામાંથી ઇંગ્લિશ દારૂની 7 બોટલ સહિત પોલીસે 47 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રેડ દરમ્યાન 2 ઇસમો પકડાયા હતા, પોલીસે કુલ 4 ઇસમો સામે ત્યારે ગુનો નોંધ્યો હતો.
ગ્રામ્ય એસઓજી શાખાના એ.એસ.આઇ. ભરતસિંહ ખુમાનસિંહ તથા પો.કો રામદેવસિંહ ભાવસિંહને સંયુક્ત રીતે ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે, સાણંદ જી.આઇ.ડી.સી પો.સ્ટે. ઉપરોક્ત પ્રોહીના ગુન્હામાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી રાજવીર ઉર્ફે વિજય ઉર્ફે જાડીયો ભૂપતભાઈ ઠાકોર (રહે.બાવળા)ને ઝડપી લીધો છે.

Social