સાણંદની રેસ્ટોરન્ટમાં કારીગરે રૂ.2 લાખની ચોરી ફરાર થયો
મુજબ સાણંદ શહેરના સાકાર સ્પર્સ ખાતે રહેતા શૈલેન્દ્રસિંહ રણુભા જાડેજાએ સાણંદ પોલીસમાં નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓની
સાણંદ એકલીંગજી રોડ ઉપર રાધે સ્કાઇલાઇનમા રીયલ પેપરીકા પીઝા રેસ્ટોરન્ટ આવેલ છે જેમા આશરે 12 માણસો કામ કરે છે અને ગત તા. 2 મેના રોજ રાત્રીના આશરે સવા નવ વાગ્યાના સુમારે તેઓ રેસ્ટોરન્ટના કાઉન્ટર ઉપર બેઠેલ હતા, તે વખતે એક ઇસમ ભીમસિંહ (રહે-ઉત્તરાખંડ) તેઓની પાસે આવેલ અને તેઓને જણાવેલ કે તેને સુરેન્દ્રનગ૨ રીપલ પેપરીકા ના કેપ્ટન અમરતલાલએ નોકરી માટે મોકલેલ છે અને મારે નોકરીમા રહેવુ છે અને હુ ચાઇનીઝ નો કારીગર છુ તેવી વાત કરેલ તેમજ શૈલેન્દ્રસિંહને કારીગરની જરૂર હોવાથી તેને રેસ્ટોરનટમા રાખેલ હતો અને જમાડી સુકીતી ફ્લેટમાં રૂમમાં સુવડાવેલ હતો
બીજા દિવસે 3 મેના રોજ સવારમાં પાંચ વાગ્યાના સુમારે સુર્કીતી ફ્લેટમાં તેઓની રેસ્ટોરન્ટના કેપ્ટન ઉમેદભાઈ પરમાર તથા ભીમસિંહ આજુબાજુમા સુતા હોય અને રેસ્ટોરન્ટની ચાવી બાજુમા મુકેલ જે રેસ્ટોરન્ટની ચાવી લઇ એકલીંગજી રોડ ઉપર આવેલ રીયલ પેપરીંકા પીઝા રેસ્ટોરન્ટ ખોલી કાઉન્ટરની નીચે આવેલ ડોવરમા મુકેલ બે લાખ રૂપીયાની ચોરી કરી લઇ જતાં સગમ્ર ઘટનાની જાણ શૈલેન્દ્રસિંહ રણુભા જાડેજાને થતાં બનાવ અંગે સાણંદ પોલીસમાં ભીમસિંહ (રહે.ઉત્તરાખંડ) નામના ઈસમ સામે ફરિયાદ કરી હતી.
