ગુજરાતમાં મતદાનમાં કોઈ ખલેલ પહોંચાડશે તો ખેર નહી : DGP એ કહ્યું સુરક્ષા માટે તંત્ર સજ્જ
ગુજરાતમાં લોકસભાની 25 બેઠક પર મતદાન છે. ત્યારે DGP વિકાસ સહાયે જણાવ્યું હતું કે, ધારાધોરણો ધ્યાનમાં રાખીને તમામ મતદાન મથક પર પોલીસ વ્યવસ્થા કરવામાં આવી. ભયમુક્ત વાતાવરણમાં મતદાન માટે ગુજરાત પોલીસ દ્વારા તમામ વ્યવસ્થા કરાઈ . સેક્ટર મોબાઈલની વ્યવસ્થા અને EVM ગાર્ડની વ્યવસ્થા ઇલેક્શન કમિશનના આદેશ અનુસાર કરાઈ. બોર્ડર સીલ કરવા 133 બોર્ડર ચેકપોસ્ટ ઉભી કરાઈ હતી. ચેકપોસ્ટ પર સારી કામગીરી થઈ છે. અમદાવાદની સ્કૂલોમાં બોમ્બ થ્રેટનો મેલ મળ્યો હતો. જેથી અમે તપાસ કરાવી હતી પણ કઈ જ મળ્યું નથી અને તમામ સ્કૂલ પર પૂરતો પોલીસ બંદોબસ્ત છે. આથી અમદાવાદીઓ મત આપવા બાબતે ગભરાશો નહીં.
વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ એલર્ટ છે. મોડ્યુલ કોડ ઓફ કન્ડમ લાગુ થઈ ત્યારથી 50 કરોડનો ઇંગ્લિશ દારૂ પકડાયો.900 કરોડના NDPSના કેસ કરવામાં આવ્યા. 3.50 લાખ લોકો સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા.1700 નાસતા ફરતા આરોપી ઝડપાયા. રાજસ્થાન, મધ્ય પ્રદેશથી ફરાર આરોપી પકડાયા.ભયમુક્ત કોઈ અસામાજિક તત્વ મતદાનમાં ખલેલ પહોંચાડશે તો કઠોર કાર્યવાહી થશે. 165 ગેરકાયદે આર્મ્સના કેસ કરવામાં આવ્યા.
57