અમદાવાદની મહિલાને પતિના મિત્રને પ્રેમ કરવાનું ભારે પડ્યું : છેતરપિંડીનો ભોગ બની
અમદાવાદના એક વિસ્તારમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. આ મામલે પશ્ચિમ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં ગાડીના માલિકની પત્નીએ જણાવ્યું હતું કે, બાર વર્ષ પહેલા મારા પતિના મિત્ર રાહુલ (નામ બદલ્યું છે) સાથે અમારે ઘર જેવો સંબંધ બંધાયો હતો. અમે લોકો સાથે ફરવા જતા હતાં અને બહાર જમવા પણ જતા હતાં. અરસામાં રાહુલ સાથે મારે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ સમયમા મારે પૈસાની જરૂર પડતાં મેં તેની પાસેથી ત્રણ લાખ ઉછીના લીધા હતાં. સગવડ થતાં તેને પરત પણ આપી દીધા હતાં. ત્યાર બાદ ચેતન અમારા ઘરે આવ્યો હતો અને મારે પૈસાની જરૂર છે મદદ કરો એવું કહેતા મેં તેને કહ્યું હતું કે, હમણાં મકાન લીધું છે તો પૈસાની સગવડ નથી. તો ચેતને કહ્યું હતું કે, તમારી ગાડીની લોન પુરી થવા આવી છે. તો તેના પર મોર્ગેજ લોન કરીને મને ચાર લાખની તમારા નામ પર લોન કરી આપો. આ લોનના હપ્તા હું ભરીશ. તેમ કહીને તે જતો રહ્યો હતો.
ત્યાર બાદ મહિલાએ તેના પતિને વાત કરતાં પતિએ ચાર લાખની લોન કરી આપી હતી અને થોડા દિવસમાં ચેતન લોનનો પહેલો હપ્તો 11 રૂપિયા આપી ગયો હતો. ત્યાર બાદ આ રાહુલે એક પણ રૂપિયો ભર્યો નહોતો. હું તેની પાસે અવારનવાર હપ્તાની ઉઘરાણી કરતી હતી જેથી તેણે અમારા ઘરે આવવાનું પણ બંધ કરી દીધું હતું. ખોટા વાયદા કરીને છુટી જતો હતો.હું ઘરે હતી ત્યારે તેણે મને ફોન કરીને કહ્યું હતું કે, તું સાબરમતી ટોલનાકા પાસે આવ મારે તારી સાથે પૈસા બાબતે વાત કરવી છે. હું ત્યાં ગઈ તો રાહુલ અને તેની માતા ઉભા હતાં. મેં ચેતનને પૈસાની વાત કરતાં તે મારી પર ઉશ્કેરાઈ ગયો હતો અને મને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ તેની માતાએ મને ધક્કો માર્યો હતો.
99