મતદાન કરનાર AMTS બસમાં મફત મુસાફરી કરી શકશે

 સાત મેના રોજ ગુજરાત રાજ્યમાં ત્રીજા તબક્કાની ચૂંટણી યોજવાની છે. ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેના માટેના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે જે નાગરિકો પોતે મતદાન કર્યું હોય તેની આંગળી પર શાહીની નિશાની બતાવશે તેઓને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા મુસાફરોને એક દિવસ માટે મફતમાં મુસાફરી કરવા દેવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે.
  અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ કમિટીના ચેરમેન ધરમશી દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સાતમીના રોજ મતદાનના દિવસે જે નાગરિકો દ્વારા ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ વોટર સ્લીપ અથવા તો પોતાની આંગળીમાં મતદાન કર્યા અંગેની શાહી બતાવશે. તેઓને AMTS બસમાં મફતમાં મુસાફરી કરવા દેવામાં આવશે. જેથી એએમટીએસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે વધુમાં વધુ મતદાન કરવામાં આવે અને આ તકનો લાભ ઉઠાવવામાં આવે.
Social