સાણંદમાં લોકશાહી પર્વનો અનોખો ઉત્સાહ : ૧૧ સુધી ૨૭% મતદાન
સાણંદ વિધાનસભા મતવિસ્તારમાં લોકશાહી પર્વની ઉજવણીનો અનોખો ઉત્સાહ જોવ મળી રહ્યો છે.નાગરિકોએ વહેલી સવારથી જ મતદાનને પોતાની પવિત્ર ફરજ સમજી મતદાન કર્યું હતું.સવારે ૭ થી ૯ વાગ્યા સુધી ૧૦.૩૪% મતદાન થયું હતું જે વધીને ૧૧ વાગ્યા સુધીમાં ૨૬.૯૫% એ પહોંચ્યું હતું . લોકોએ ગરમી પોતાનો અસલ મિજાજ બતાવે તે પહેલાજ મતદાન મથકે પહોંચી ગયા હતા .હાલ સમગ્ર સાણંદ બાવળા વિધાનસભામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું હોવાના અહેવાલ છે .

