સાણંદના પ્રતિષ્ઠિત વેપારી અને બ્રહ્મસમાજના અગ્રણી પરીવારના મોભીનુ દુ:ખદ અવસાન
સાણંદના પ્રતિષ્ઠિત વેપારી અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષાના પ્રમુખ શ્રી ભરતભાઈ રાવલના તેમજ સાણંદ ના રાજકીય અને સહકારી અગ્રણી શ્રી ગૌતમભાઈ રાવલના પિતાશ્રી બચુભાઈ રાવલ ( મહારાજ) નુ દુ:ખદ અવસાન થયુ છે.
સ્વર્ગીય શ્રી બચુભાઈ મહારાજના અવસાનથી સાણંદ શહેર અને તાલુકામાં તેમના ખૂબ મોટા ચાહકવર્ગમાં અને બ્રહ્મસમાજમાં ઊંડા શોકની લાગણી પ્રસરી જવા પામેલ છે.
