સાણંદ વિધાનસભામા ૬૫% મતદાન : લોકોએ ધામધૂમથી ઊજવ્યું લોકશાહી પર્વ
ગાંધીનગર લોકસભા બેઠકમાં આવેલ સાણંદ વિધાનસભા મતવિસ્તારમાં લોકોએ પોતાના મતાધિકારનો છૂટથી ઉપયોગ કર્યો હતો. અને દિવસના અંતે ૬૪.૭૬% મતદાન થયું હતું.લોકોએ ૪૩ ડિગ્રી ગરમીમાં પણ દિવસભર મતદાન માટે ઉત્સાહ દાખવ્યો હતો. સાણંદ બાવળા વિસ્તારમાં સવારે ૭ થી ૯ માં ૧૧ ટકા જેટલું, ૯ થી ૧૧ માં ૩૦% જેટલું, ૧૧ થી ૧ માં ૪૧% અને ૧ થી ૩ માં ૫૧% અને ૩ થી ૫ સુધી માં ૬૦% અને છેલ્લે ૬ સુધીમાં ૬૫% એ મતદાન પહોંચ્યું હતું.
