પાટણ સોદાગર જમાત નજીકના ડેલામાં ગેસ સિલિન્ડર લિકેજ થતાં આગ ભભૂકી

                પાટણના અકબરી લોજ નજીક આવેલ સોદાગર બેઠક પાસેના ડેલામાં મંગળવારે રાત્રે ગેસ ના બાટલા નું રેગ્યુલેટર લીકેજ બનતા અને ડેલામાં રહેતા પરિવાર ના સભ્ય દ્વારા કોઈ વસ્તુ ગરમ કરવા પ્રાઈમસ પ્રગટાવતા અચાનક આગ ભભૂકી ઊઠતા પરિવારના સભ્યો એ આગને ઓલવવા ગેસ સિલિન્ડર પર ગાદલા નાખતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં વિસ્તારમાં અફડા તફડી મચી જવા પામી હતી.
    ફાયર ફાઇટર બનાવ સ્થળે દોડી પાણી નો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો, આગમાં ઘર વખરી બળી ખાખ થઈ હતી. જો કે કોઈ જાનહાનિ ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
Social