ગોધરાની GIDCમાં આવેલા ગોડાઉનમાં આગ લાગતાં દોડધામ મચી

ગોધરાના જીઆઇડી વિસ્તારમાં આવેલ પડિયા પતરાળામાં આકસ્મિક આગની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.જો કે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, આગની ઘટનાને લઈને પડિયા પતરાળામાં માલિકે તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડના જવાનોને જાણ કરતા ફાયર બિગેડના ચાર બ્રાઉઝરો દ્વારા ત્રણ કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
ગોધરા ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ કાબૂમાં મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફાયર બ્રિગેડએ ચાર ફાયર ટેન્ડર દ્વારા ત્રણ કલાકથી વધુના સમય સુધી સતત પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો.

Social