સલામ છે આ પોલીસકર્મીને : સગી બહેનના અંતિમ સંસ્કાર કરી ચાર કલાકમાં જ ચૂંટણી બંદોબસ્તમા હાજર થયો પોલીસકર્મી

       વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશન ખાતે એલઆઈબી કર્મચારી તરીકે કામ કરતા પો.કો. મનીષભાઈ કાનજીભાઈ ડેડાણીયા ના બહેન ગાયત્રીબેન કાનજીભાઈ ડેડાણીયા ઉવ. 26, કે જેઓ બોર્નમેરો કેન્સર ની બીમારીથી પીડાતા હોય, તેઓ પોતાના વતન 29, યોગીદર્શન રેસીડેન્સી, બોટાદ ખાતે માતા પિતા સાથે રહેતા હોય, તેઓની સારવાર ભાવનગર ચાલુ હોય, તેઓનું અવસાન તા. 04.05.2024 ના સવાર કલાક 07.30 વાગ્યે થતા, ચૂંટણી સમયે ચાવી રૂપ ભૂમિકા ભજવતા પોલીસ કોન્સ. મનીષભાઈ ડેડાણીયા ઉપર આભ તુટી પડ્યું હતું.
    પરંતુ, મનીષભાઈ દ્વારા પોતાની બહેનના અંતિમ સંસ્કાર માત્ર ચાર કલાક જેટલા સમયમાં પતાવી, ચૂંટણી કામગીરીની ચાવી રૂપ ભૂમિકાની ગંભીરતા સમજી, પોલીસ અધિકારીઓ દ્વારા તેઓને સામજિક ઉત્તરદાયિત્વ નિભાવવા પોતાના વતનમાં ઘરે હાજર રહેવા જણાવવા છતાં, પોતાની ફરજ ઉપર પરત હાજર થઈ ગયેલ હતા. હાલના સાંપ્રત સમયમાં ફરજ પરના જવાન ચૂંટણી ફરજ પર નહિ જવા માટે કારણ શોધતા હોય છે, ત્યારે પો.કો. મનીષભાઈ ડેડાણીયાની પોતાના ફરજ પ્રત્યેની નિષ્ઠા, પ્રમાણિકતા તમામ પોલીસ સ્ટાફને ઉડીને આંખે વળગે એવી હોય, મનીષભાઈ ડેડાણીયાની પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા, ઈમાનદારી અને પ્રમાણિકતાની ચોમેર પ્રશંસા થઈ.
  જ્યારે બંદોબસ્તની વહેંચણી અને EVM મશીન રવાના કરીને ચૂંટણીની અગત્યની કામગીરી કરવાની હોય અને આ કામગીરીમાં પોતાના પોલીસ સ્ટેશન, વિસ્તાર અને પોલીસ અધિકારીઓને પોતાની જરૂરિયાત હોય, પોતે આવા સંજોગોમાં ઘરે રહે તો, પોતાનો આત્મા પોતાને ડંખે અને જીવનભર આ બાબતનું પોતાને દુઃખ રહે, પોતે નગુણો કહેવાય, એવું વિચારી મનીષભાઈ ફરજ ઉપર પોતાની બહેનના અવસાન થયા બાદ માત્ર ચાર કલાકમાં અંતિમ વિધિ પતાવી હાજર થઈ ગયેલ હોવાની વાત કરતા, પોલીસ અધિકારીઓ તથા સ્ટાફને તેની ફરજનિષ્ઠા, ઈમાનદારી અને પ્રામાણિકતા ઉપર માન ઉપજ્યું હતું.
 અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જ્ઞાનેન્દ્ર સિંહ મલિક, સ્પેશિયલ પોલીસ કમિશનર સેકટર 02 શ્રી બ્રજેશ ઝા, નાયબ પોલીસ કમિશનર, ઝોન 06 શ્રી રવિ મોહન સૈની, મદદનીશ પોલીસ કમિશ્નર, જે ડિવિઝન, પ્રદીપસિંહ જાડેજા, જીઆઇડીસી પોલીસ સ્ટેશન ના પીઆઈ એન.ડી.નકુમ દ્વારા પણ પો.કો.મનીષભાઈ ડેડાણીયાની ફરજ નિષ્ઠા, ઈમાનદારી અને પ્રમાણિકતાની ભારોભાર પ્રસંશા કરી, પોલીસ બેડાના બીજા કર્મચારીઓ તથા અધિકારીઓએ પ્રેરણા લેવા જેવી બાબત હોવાનું જણાવી, મનીષભાઈ ડેડાણીયાને બિરદાવવામાં આવેલ હતા.
Social