શહેરમા અભયમની ટીમ એક્ટીવ : અલગ અલગ બનાવોમા કાઉન્સિલ કરાયુ

એક મહિલાનો ૧૮૧ મહિલા હેલ્પ લાઇનમાં કોલ આવ્યો હતો કે તેમની ૧૫ વર્ષની દીકરી કહ્યા માં નથી અને મરવાની ધમકી આપી અને હાલમાં તેના બોયફ્રેન્ડના ઘરે ચાલી ગઈ છે. અભયમ ટીમને ત્યાં પહોંચી ફરિયાદી નું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે પતિ ૬ મહિના અગાઉ મૃત્યુ પામેલ છે .દીકરી ૧૨ વર્ષની હતી ત્યારથી નજીકની ચાલીના છોકરા સાથે મૈત્રી સંબંધમાં છે, એની સાથે લગ્ન કરવા જીદ્દ કરી એક વાર ફિનાઈલ પી ગયેલ. જેથી ડરીને તેમને બંનેની સગાઈ કરાવી આપી , પરંતુ તોય દીકરી કહ્યામાં રહેતી નથી , અવાર નવાર ઘરેથી અડધી રાતે બોયફ્રેન્ડના ઘરે ભાગી જાય છે, માતા કઈ કહેવા જાય તો મરવાની ધમકી આપે છે.

એકલા હાથે કમાવવાનું અને એક ૧૧ વર્ષના દીકરાને ભણાવવાનો એમાં દીકરી હેરાન કરે છે. ત્યારે રિવરફ્રન્ટ આત્મહત્યા કરવા જતા પોલીસે તેને બચાવેલ અને એ ત્યાંથી એના બોયફ્રેન્ડના ઘરે જતી રહી છે. અભયમની ટીમ તેના બોયફ્રેન્ડના ઘરે જવા નીકળી ત્યાં રસ્તામાં જ બંને મળી આવ્યા હતા. જે બાદ ફરિયાદી ની દીકરીનું કાઉન્સેલિંગ કરતા તેણે જણાવ્યું કે મા હાથ ઉપાડે છે .જેમાં માતાએ જણાવ્યું કે દીકરી માનતી જ નથી અને ઉંમર થયા વગર હું કઈ રીતે લગ્ન કરાવું. જેથી ફરિયાદી દીકરીને રાખવાની ના પાડતા અભયમની ટીમ તેને આશ્રય ગૃહમાં લઈ જવા માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં ફરિયાદીના સગાસબંધી આવેલ અને દીકરીને ઘરે લઈ જવા જણાવતા ટીમે પણ ફરિયાદી ને સમજાવેલ તેમજ તેમની દીકરીને પણ સમજાવેલ જેથી ફરિયાદી દીકરીને ઘરે લઈ જવા તૈયાર થતા અભયમ ટીમએ સમાધાન કરાવી છોકરો ૨૦ વર્ષનો હોય કાયદાકિય માહિતી આપી કૉલ પૂર્ણ કર્યો હતો.

એક વર્ષના દીકરા સાથે આત્મહત્યા કરવા નીકળેલી ૩૩ વર્ષીય મહિલાને બચાવાઇ

કરાઈ કેનાલ વિસ્તારમાં એક વર્ષના દીકરા સાથે આત્મહત્યા કરવા જતી મહિલાને જોઈને એક જાગૃત નાગરિકએ 181માં ફોન કરીને મદદ માગી હતી . જ્યાં 181 ટીમને મહિલા સાથે વાતચીત કરતા તેને જણાવ્યું હતું કે પતિ અને સાસુ સાથે વારંવાર ઝઘડા થતાં તેઓએ સ્ટેશનમાં અરજી આપેલ હતી. પરંતુ તેમને ખૂબ જ પોતાની જાત પર ગુસ્સો આવતો હતો તેથી તેઓ એક વર્ષના બાળક સાથે આત્મહત્યા કરવા માટે નીકળી ગયેલ હતા .અભયમની ટીમ દ્વારા મહિલાનું કાઉન્સિલિંગ કરતા હવે તે ક્યારેય આત્મહત્યાનો પ્રયત્ન નહીં કરે તેવી વાત તેને જણાવી હતી. તેમજ અભયમ ટીમને મહિલાએ પિતાના ઘરે જવાની વાત કરતા પિતા અને ભાઈ સાથે પિયર મોકલ્યા હતા તથા તેમને કાયદાકીય માહિતી પૂરી પાડી હતી

Social