સાણંદ બાયપાસ પાસે રોંગ સાઈડમાં જઈ અતુલ ટેમ્પો ચાલકે હાઇવે પર રિક્ષાને અડફેટે લેતા 1નું મોત, 3ને ઇજા

અમદાવાદના જીવરાજ બ્રિજ નીચે છાપરામાં રહેતા કવિતાબેન રાકેશભાઈ સરપોટ મૂળ દાહોદના ટીંબી ગામ વતની છે. અને મજૂરી કામ કરે છે. અને છેલ્લા 6 વર્ષથી ઉપરોક્ત અમદાવાદ ખાતે રહે છે, તાજેતરમાં ધોરણ 9ની પરીક્ષા આપી વેકેશન કરવા માટે અમદાવાદ તેની મમ્મી જોડે પુત્ર નિતીન રાકેશભાઇ સરપોટ (15 વર્ષીય) આવ્યો હતો. ગુરુવારે કવિતાબેન મજૂરીએ ગયા અને તેઓનો પુત્ર નિતીન સરપોટ તેઓના માસીની દીકરી સાથે સરખેજથી 2 અન્ય મજૂરો સાથે સાણંદ ખાતે મજૂરી કામ અર્થે સીએનજી રિક્ષામાં બેસીને જતાં હતા. ત્યારે સાણંદ બાયપાસ પાસે સરખેજ તરફ રોંગસાઈડમાં પુર
ઝડપે અને ગફલતભરી રીતે અતુલ ટેમ્પોના ચાલકે હાઇવે પર જતી CNG રિક્ષા સાથે અકસ્માત કરી ફરાર થયો હતો. અકસ્માતમાં ધડાકાભેર રિક્ષા પલટી મારતા નિતીન રાકેશભાઇ સરપોટનું ઘટના સ્થળે કરુણ મોત નીપજયું અને મનીષાબેન રોશનભાઈ ખડિયા(ઉં.22), ઋષિલાબેન માવી(ઉં.28) તેમજ રીટા પ્રતાપભાઈ હઠીલા (ઉં.30)ને ઇજાઓ થતાં 108 મારફતે સારવાર માટે ખસેડયા હતા.
અકસ્માતને લઈને સાણંદ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને PM માટે ખાનગી વાહનમાં સાણંદ csc ખાતે ખસેડી હતી
આ અંગે કવિતાબેનએ સાણંદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Social