हमारे दैनिक जीवन से क्या कोई ईश्वर के साथ रिश्ता – नाता है ?
આપણને સૌને ખુબ નિરાંત છે, કારણકે આપણે મહદ અંશે એવું માનીએ છીએ કે આપણે ખુબ જ ધાર્મિક જીવન જીવીએ છીએ જેથી ઈશ્વર, અલ્લાહ કે ગૉડ આપણા રોજબરોજના જીવનથી અત્યાધિક રાજી રહે છે. દૈનિક જીવનમાં સામાન્ય રીતે આપણે સૌ પોતપોતાની રીતે પૂજા, પાઠ, ધાર્મિક વિધિઓ, ઇબાદતની જુદી જુદી રીતોથી ઈશ્વરને ખુશ કરવાની કોશિશ કરીએ છીએ પછી ભલે આપણે નોકરીમાં કામચોરી, વ્યાપારમાં છેતરપિંડી, રાજકારણમાં છલકપટ અને ધર્મમાં નફરત , વિભાજન અને ઉન્માદ કે જડતાને જ પ્રમોટ કરતા રહીએ છીએ કથની અને કરનીમાં આ મોટું તફાવત હોવા છતાં આપણે એક ‘ ખુશ ફહમી ‘ સાથે જીવન યાચન કરતા હોઈએ છીએ કે હરરોજ, હરઘડી બલ્કે ક્ષણે ક્ષણે ઈશ્વર અમારી સાથે જ છે.
આવી ભયંકર વિરોધાભાસી પરિસ્થિતિમાં પણ આપણા માંથી કોઈ ભાગ્યેજ આત્મનિરીક્ષણ કે આત્માવલોકન કરતા હશે. જે લોકો સાચા અર્થમાં અને નિષ્પક્ષ રીતે તથા સાક્ષી ભાવે પોતાના મનનું અવલોકન કરતા હશે તો ચોક્કસ પણે તેમણે હકીકતો અને વાસ્તવિકતાનો ભાન હશે કે સૈદ્ધાંતિક રીતે અથવા વૈચારિક રીતે નહિ પરંતુ યથાર્થમાં આપણી રોજબરોજની જિંદગીતો અત્યંત ક્ષુદ્ર, મજબુર, દિગ્ભ્રમિત, મૂર્ખતા પણે અને મહત્વાકાંક્ષી છે. બોલતી વખતે અથવા પ્રશ્નોના જવાબો આપતી વખતે આપણે જે ઉદાહરણો, કે વિધાનો ટાંકીએ છીએ તે બધાજ અન્ય વિચારકો અને લેખકોના પુસ્તકોમાંથી લીધેલા હોય છે, જે બીજાના અનુભવો પર આધારિત હોય છે. જેમાં આપણું કશું જ હોતું નથી. આપણે તો માત્ર અન્યના વિધાનોનું પુનરાવર્તન કરીને અને તેના પર પોતાનો સિક્કો મારીને પ્રસ્તુત કરતા હોઈએ છીએ એક રોબોટની માફક તેથી જ આપણા જીવનમાં પારાવાર મુશ્કેલીનો, સંઘર્ષો અને અનંત યાતનાઓ આવતી રહે છે અને એની વચ્ચે ક્યારેક આનંદની એક લહેરખી પણ આવી જાય છે જેની ડેપ્થને ઓળખીએ એ પહેલા તે જતી રહે છે. આવી જ છેને આપણી જિંદગી ? જેમાં છલકપટ, ચાલાકી, જૂઠું બોલવાની ટેવ, દેખાદેખી, વગેરે વી.આઈ.પી બનવાના પગથિયાં છે. જીવનમાં એક તરફ આવું છીછરા પણું અને બીજી બાજુ જૂઠ પર આધારિત આપણી જિંદગી અને આ બધાની વચ્ચે આપણું ઈશ્વર સાથે સબંધ, હવે કલ્પના કરો આવી જીવન શૈલીમાં પ્રભુ સ્મરણ માત્ર એક હાસ્પાસ્યદ બાબત લાગે છે.
જે માણસની આંતરિક જિંદગી જેટલી ખાલી હશે. ધાર્મિકતા નો દેખાવ સૌથી વધારે કરતો હશે. ગુનાહિત અથવા ગેરકાયદેસર કામ કરનાર લોકો બીજા લોકોની સરખામણીમાં વધારે ધાર્મિક અને દયાવાન હોય છે. બે નંબરની કમાણી કરનારનું નામ દાન આપનારાની યાદીમાં સૌથી ઉપર હોય છે. આવા લોકોને ઈશ્વરમાં પૂર્ણ શ્રદ્ધા હોય છે કે મારી ધરપકડ વખતે ઈશ્વર જરૂર આવી ને મદદ કરશે. અથવા સંકટ સમયે પણ મારા ઇષ્ટદેવ મને બચાવશે કારણકે મેં ઘણા મંદિરોના નિર્માણમાં ઉદારતાથી પૈસા આપ્યા છે.
જો ઈશ્વર નિરાકાર હોય, નિસ્સિમ અને અમાપ્ય હોય તો મનુષ્ય પાસે કઈ એવી બાબત છે જેના દ્વારા તે ઈશ્વર ને સમજી શકે ? મનુષ્ય પાસે જે કંઈ સાધનો છે તે બધાજ સીમિત અને મર્યાદિત છે તો પછી મર્યાદિત સમજ એક અલોકીત અમર્યાદિત શક્તિને કેવી રીતે સમજી શકે ? કઈ રીતે માપી શકે ? આપણે તો ઘણી બધી રીતે સંસ્કાર બધ્ધ હોવાથી કંડીચંડ છીએ તેથી મનની ચાલાકીને સમજી શકતા નથી. આપણું મન આપણને જે રીતે સંચાલિત કરે છે તે રીતે આપણે સંચાલિત થતા રહીએ છીએ. ઈશ્વરીય શક્તિને જે બોધગમ્ય છે જ નહિ તેણે મન કે બુદ્ધિ થી પામી શકાય નહિ પણ આપણું મન તેવું ઠસાવે છે માટે આપણે ફરી ફરીને પ્રયત્ન કરતા રહીએ છીએ જેને તત્કાલ બંધ કરવાની જરૂર છે. જે અશક્ય બાબત છે તેને બંધ કરી દેવું હિતાવહ છે.
આપણે જે કરી શકીએ તે આટલું જ કે આપણે આપણા મન ને સાક્ષી ભાવે જોઈએ, અવલોકન કરીએ. કારણ કે મન દ્વન્દ્વ દુર્દશા અને દુઃખો, તકલીફો, તથા મહત્વકાંક્ષાઓ, તૃપ્તિ, તૃષ્ટિ અને કુંઠાનો ક્ષેત્ર છે. જેને તમે માત્ર સાક્ષી ભાવે નિરીક્ષણ કરવાથી સમજી શકશો. અને જેમ મનને સમજવામાં તેના મનોવ્યાપાર સમજવામાં તમને ફાવટ આવતી જશે તેમ તેમ તેની સંકીર્ણ અને ખુબ જ મર્યાદિત સીમાઓને તમે આસાની થી દવસ્ત કરી શકશો. પરંતુ આ બધામાં કદાચ તમારી રુચિ કે દિલચસ્પી ના પણ હોય કારણ કે તમે તો ઈશ્વરને પાંજરામાં એટલેકે મંદિરોમાં, ગુરુઓમાં કે ધર્મ ગ્રંથો સુધી માર્યાદિત રાખવા માંગો છો જે ખુબ જ આસાન છે. પણ બિલકુલ નિરર્થક પરંતુ આવી બધી પારંપરિક બાબતો આપણને ખુબ જ સંતુષ્ટિ પ્રદાન કરે છે.
જે લોકો જાગૃત છે અને તેથી તેમણેભાન છે આપણું સબંધ તે અલોકીત અજ્ઞેય, અને અમાપ્ય સાથે છે જ નહિ પછી શું ? તો આવા જાગરૂક અને સાવધાન લોકો પોતાનામાં રહેલી ઈષ્યા , દુઃખ, કંઈક થવાની કે બનવાની પ્રક્રિયા મહત્વકાંક્ષાની નિરર્થકતા સમજીને એના થી મુક્ત થતા હોય છે. કારણકે આ બધાના અંત થી તમે ખરેખર મનની સીમાઓ થી પરિચિત થાઓ છો અને પછી તેને ધ્વંસ્ત કરો છો પરંતુ આ એટલું આસાન નથી. ક્ષણે ક્ષણે હોશની જરૂર પડે છે. અવધાનની આવશ્યકતા પડે છે. જયારે ક્ષુદ્ર બાબતો પ્રત્યે તમે અસાધારણ રીતે સાવધાન થઇ જાઓછો ત્યારે તમારું મન સંસ્કાર બદ્ધતાથી જડતાથી મુક્ત થવા લાગે છે. આવી અવ્સ્થમાં જ ધ્યાન છે. આવી હોશપૂર્ણ અવશ્થામાંજ કદાચ પેલી અલોકીત, અજ્ઞેય અને નિસ્સિમ શક્તિ ની ઝલક તમને મળી શકે છે. આ શક્તિ ને કે આ અદ્વિતિય ઉર્જાને તમારે જે નામ આપવું હોય તે આપી શકો છે. આવી સ્થિતિ માં કોઈ અનુભવકર્તા કે કેન્દ્ર નથી હોતું. એ ગતિશીલ અવસ્થા છે. અને પોતાના માંજ સપૂર્ણ રીતે સમર્થ છે. આવી અવસ્થાનું આદિ કે અંત હોતું જ નથી. પરંતુ આવી અવસ્થા ત્યારે જ અસ્તિત્વમાં આવે છે ત્યારે તમારું મન જ્ઞાતથી તદ્દન મુક્ત હોય.
