સાણંદમાં કેન્દ્રનું ધો 12 નું 81.64 % પરિણામ: કેન્દ્રમાં પ્રથમ સોયલા ગામની કિંજલબેનએ 92 % મેળવ્યા
સાણંદ શહેરમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. જેમાં સાણંદ કેન્દ્રમાં પ્રથમ ક્રમાંકે જેડીજી સંસ્કાર કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી કો.પટેલ કિંજલબેન દિનેશભાઇને 92 %એ મેળવ્યા છે, સાણંદ કેન્દ્રમાં બીજા ક્રમાંકે વિકાસ વિદ્યાલયની રાઠોડ કલગી 91%, સાણંદ કેન્દ્રમાં ત્રીજા ક્રમાંકે વિકાસ વિદ્યાલયની પટેલ મેશ્વા 90.57 %, સાણંદ કેન્દ્રમાં ચોથા ક્રમાંકે એમ.જે વાઘેલા હાઇસ્કૂલની ચૌહાણ નિધિબા 90.42 % તેમજ સાણંદ કેન્દ્રમાં પાંચમા ક્રમાંકે નિલકંઠ ઇન્ટ.હાઇસ્કૂલમાં સિસોદિયા વૈદહી જયવંતસિંહ 89.28 % મેળવ્યા હતા. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ શાળા મુજબ, સાણંદ શહેરમાં એમ એમ શારદા વિદ્યામંદિરનું 100 % આવ્યું છે. જ્યારે વિકાસ વિદ્યાલય સ્કૂલનું 97.98 %, નિલકંઠ ઇન્ટ.હાઇસ્કૂલનું 93.10 % પરિણામ , જેડીજી સંસ્કાર કન્યા વિદ્યાલય શાળાનું 91.37 % પરિણામ, એમ.જે વાઘેલા હાઇસ્કૂલનું 91 % તેમજ આઈપીએસ સ્કૂલનું 83.33 % પરિણામ આવ્યું છે.તમામ શાળા સંચાલકો, આચાર્ય તેમજ શિક્ષકોએ વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
