ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રા તથા બ્રહ્મ ચોર્યાસી.

વિષ્ણુ ભગવાન ના છઠ્ઠા અવતાર અને આપણાં આરાધ્ય ભગવાન શ્રી પરશુરામ ના જન્મોત્સવ નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી એકલિંગજી હાઇટ્સ, ડી માર્ટ ચાર રસ્તા થી શરૂ થઈ શ્રી શંકરતિર્થ આશ્રમ ખાતે સંપન્ન થઈ હતી.એકલિંગજી હાઇટ્સ ના દિલીપસિંહ સીસોદીયા એ ભગવાન પરશુરામ જી પ્રતિમા ને ફુલહાર કરી સર્વે ભૂદેવો ને નમસ્કાર કરી આશીર્વાદ મેળવીયા હતા
પ. પૂ. સંત શ્રી આનંદનાથજી મહારાજ ના શ્રીમુખે ભગવાન પરશુરામ ની યશોગાથા ના શ્રવણ અને ત્યારબાદ બ્રહ્મચોર્યાસી માં પ્રસાદ ગ્રહણ નો લાભ લઈ ભૂદેવો ના આશીર્વાદ મેળવ્યા હતા.યથા શક્તિ દાન..ભેટ..પણ ભૂદેવો ને આપ્યા હતા..સંત શ્રી આનંદનાથજી મહારાજ નો હૃદય પૂર્વક આભાર.. જયજય પરશુરામ..આ કાર્યક્રમ ને સફળ બનાવવા સાણંદ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ ના પ્રમુખ સનતભાઈ પંડિત..મંત્રી દિલીપભાઈ રાવલ. મેનેજિંગ ટ્રસ્ટી કમલેશભાઈ વ્યાસ..વિજયભાઈ પંડિત..પી.વી.રાવલ.. હિતેશભાઈ શુક્લ.દીપકભાઈ ભટ્ટ હરીઓમભાઈ જાની..અજયભાઈ જોશી સહિત વિશાળ સંખ્યા માં ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા..ભગવાન પરશુરામ ના જન્મોત્સવ ની શોભાયાત્રા નું ઠેર ઠેર જુદા જુદા સમજો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

Social