ગાંધીનગરમાં રહેવાનું છે કે નહિ તેમ કહી શખ્સએ કોન્સ્ટેબલને માર મારી ધમકી આપી
ગાંધીનગર પગરવ હોસ્પિટલ નજીક પોલીસ કોન્સ્ટેબલને ઓવરટેક કરવા બાબતે ગાળો બોલી ગડદા પાટુનો માર મારી ગાંધીનગરમાં રહેવાનું છે કે નહીં તારા હાથ પગ ભાગી નાખીશ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા શખ્સ વિરુદ્ધ સેક્ટર 21 પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાઈ છે.
નિકુલ કુમાર જેઓ હાલ પોલીસ હેડ ક્વાર્ટર સેક્ટર 27 ગાંધીનગર ખાતે રહે છે. અને તેઓ હાલ ગાંધીનગર પોલીસ ભવન ખાતે આઇબીમાં પ્રતિનિયુક્તિ ઉપર આઈઓ તરીકે જાન્યુઆરી 2021 થી ફરજ બજાવે છે. અને તેમની પાસે એક અલ્ટો ફોરવીલર ગાડી છે. ગઈ બે એપ્રિલના રોજ સવારના તેઓ 9:30 વાગ્યાની આસપાસ ગાંધીનગર પોલીસ ભવન ખાતે ફોરવીલર ગાડી લઈને નોકરી પર ગયેલ અને સાંજના સાડા છ વાગ્યે આસપાસ ગાડી લઈને સેક્ટર 27 ગાંધીનગર ખાતે જવા નીકળેલ. ત્યારે ગાંધીનગર ઘ-6 સર્કલ રોડ ઉપર જતા હતા ત્યારે એક અલટીકા ફોરવીલર ગાડી જતી હોય તે સાઈડ આપવા હોર્ન મારતા તેના ચાલકે સાઈડ આપીને જેથી તેઓ તેમની ગાડી ડાબી બાજુથી ઓવરટેક કરતાં અલટીકા ફોરવીલર ગાડીના ચાલકે તેની ગાડીનું હોર્ન મારી સાઈડમાં ઉભા રહેવાનું કેતા તેઓ ગાડીમાંથી નીચે ઉતરેલ.અને તે શખ્સે તેઓને ગાળો બોલી ગાંધીનગરમાં રહેવાનું છે કે નહિ, તારા હાથ પગ ભાંગી નાખીશ તેમ કહી ધમકી આપી હતી. અને ઝપાઝપીમાં અર્ટિકા ગાડીનો ચાલક નીચે પડી ગયેલ.
અર્ટિકા ગાડીના ચાલકનું નામ નીતિન પ્રફુલચંદ્ર મોદી રહે વાવોલ ગાંધીનગરનો હોવાનું જણાવેલ. અને તેઓ નવા સચિવાલય બ્લોક નંબર-પાંચ, બીજા માળ ખાતે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં ડીવાયએસઓ તરીકે ફરજ બજાવે છે.આથી ઝઘડામાં આ ડિવાયએસઓ નીચે પડી જતા તેઓને જમણા ખભે ઓપરેશન કરાવ્યું છે તેમ કહી 2,40,000 ખર્ચ માંગતા તેઓએ બિલ માંગતા બિલ આપ્યું નહોતું, આથી ઓપરેશન નહિ કરાવી પૈસા પડાવવાનો કીમિયો રચતા તેઓએ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, અને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
