અમદાવાદમાં એક્ટિવા પર જઈ રહેલા યુવકને અજાણ્યા વાહને ટક્કર મારી
મુળ ઉત્તરપ્રદેશના અને હાલ વટવાના ગણેશ પાર્કમાં રહેતા બ્રિજેશકુમાર જયસ્વાલ હાથીજણ ખાતે ફેબ્રિકેશનની દુકાનમાં વેલ્ડીંગનું કામ કરે છે. ગત 8 તારીખે સાંજના સમયે તેઓ તેમના શેઠનું એક્ટિવા લઈને કામ અર્થે હાથીજણ સર્કલથી સર્વિસ રોડ પર જઈ રહ્યા હતા. તે સમયે સામેથી પૂરપાટ ઝડપે એક ટુવ્હિલર આવ્યું હતુ અને એક્ટિવાને ટક્કર મારી હતી. જેથી બ્રિજેશકુમાર હવામાં 10 ફૂટ જેટલા ઉછળી જમીને પટકાઈ પડ્યા હતા.
જેના કારણે માથાના તથા શરીરના અલગ અલગ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતા બેભાન થઈ ગયા હતા. બીજી બાજુ અકસ્માત કરનાર ટુવ્હિલર ચાલક ફરાર થઈ ગયો હતો. આસપાસના લોકોએ બ્રિજેશભાઈને સારવાર માટે હોસ્પિટલ મોકલ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે જે ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા ટુવ્હિલર ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
70