સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે નાહ્ય : આ સોનેરી સૂત્રને સોયલાની કિંજલે સાબિત કર્યુ
કહે છે કે સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે નાહ્ય, આ કહેવત આજના સમયમાં પણ એટલીજ પ્રસ્તુત છે એ સાબિત કરી બતાવ્યું છે સરકારી શાળામાં વિના ટ્યુશને ભણતી કિંજલે સાણંદ કેન્દ્રમાં ધો ૧૨ સામાન્ય પ્રવાહમાં ૯૨% સાથે ટોપ કરી સાબિત કરી બતાવ્યું. ત્યારે આ પરિવારને મનોહર ટાઈમ્સ દ્વારા આમંત્રણ આપી સન્માનિત કરી કિંજલની સફળતાનું જાણવાનો પ્રયાસ કરાયો છે જેથી અન્ય વિધાર્થીઓ માટે પ્રેરણારૂપ બને
