હવામાન વિભાગે ગુજરાતના આ જિલ્લાઓમાં ભર ઉનાળે વરસાદની કરી મોટી આગાહી

ગુજરાત સહિત દેશમાં કાળઝાળ ગરમીએ માઝા મૂકી છે. ગરમીના લીઘે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ગરમીનું તાપમાન દિન-પ્રતિદિન તાપમાન વધી રહ્યું છે. તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું છે. ગરમીના પ્રકોપના લીધે ડિહાઇડ્રેશનના કેસોમાં પણ નોંધાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ભર ઉનાળામાં હવામાન વિભાગે વરસાદની મોટી આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ગુજરાતની ત્રણ બાજુ ચાર વરસાદી સિસ્ટમ સક્રીય થતાં ભારે પવન ફૂંકાવવાની અને થંડર સ્ટ્રોમ એક્ટિવિટીની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં એક સપ્તાહ સુધી વરસાદની પડવાની પૂરી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગુજરાતની ત્રણ બાજુ ચાર વરસાદી સિસ્ટમ સક્રીય થઇ ગઇ છે. જેની અસર ગુજરાતના હવામાન પર પણ થવાની છે. ગુજરાતમાં આજથી 15મી તારીખ સુધી ઠંડા પવનો ફૂંકાઇ શકે છે.જેના લીધે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી આ સાથે ગીરસોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદની સંભાવના છે. ગરમીનું પ્રમાણ રાજ્યમાં વધતું હોવાથી તંત્રએ 12થી 4 માં જરૂર હોય તો જ બહાર નીકળવું. લૂના કેસમાં પણ વધારો હાલ જોવા મળી રહ્યો છે. 14મી તારીખે શહેરમાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટીની સંભાવના છે. જ્યારે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફંકાવવાની સાથ ગાજવીજ સાથે સામાન્ય વરસાદની સંભાવના છે.

Social