નિકોલ પોલીસસ્ટેશનના PI જાટના ત્રાસથી આપઘાતના વિચારો આવે છે – PSI

શહેરના નિકોલ પોલીસસ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇએ તેના પોલીસ ઇન્સપેક્ટર સામે બાંયો ચઢાવી છે. આ પીએસાઇએ આક્ષેપ કર્યા છે કે પીઆઇ દ્વારા સતત ત્રાસ અપાતો હોવાના કારણે તેમને આપઘાત કરવાના વિચારો આવે છે. આ બાબતને લઇને તેમણે ઉચ્ચ અધિકારીઓથી માંડીને ગૃહ વિભાગ સુધી પત્ર લખ્યો છે. ત્યારે હવે આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તે સવાલ છે.ઉલ્લેખનીય છે કે નિકોલના વધુ એક psi r. O. યાદવે પણ પોલીસ કન્ટ્રોલ રૂમમાં મેસેજ કરી પીઆઈ સામે બળાપો કાઢ્યો હતો

Social