કૃષ્ણનગરમાં બે વ્યાજખોરના ત્રાસથી કંટાળીને યુવકે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો
કૃષ્ણનગરમાં બે વ્યાજખોરના ત્રાસથી કંટાળીને યુવકે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમજ દંપતી વ્યાજખોરના ત્રાસથી કંટાળીને અમદાવાદ છોડીને જતા રહ્યા હતા. જે બાદ પણ વ્યાજખોર અવારનવાર ફોન કરીને ધમકી આપતા મહિલાએ દાગીના વેચીને રૂ. 15 હજારની સામે રૂ. 34 હજાર ચૂકવ્યા હતા. તેમ છતા બંને વ્યાજખોરો વધુ વ્યાજની માંગણી કરીને મારવાની ધમકી આપતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અને સ્યૂસાઇડ નોટ પણ લખી હતી. આ અંગે કૃષ્ણનગર પોલીસે બંને વ્યાજખોર સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.
