સાણંદ GIDCની એક કંપનીના ભંગારમાં આગ ભભૂકી

સાણંદ GIDCની એક કંપનીમા ફ્રિજના જથ્થામા અને ભંગારમા આગ ભભૂકી હતી. આગ લાગતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી. આગની જાણ સાણંદ ઈન્ડ.એસો. ફાયર વિભાગને કરતાં ગણતરીના સમયગાળામાં બનાવ સ્થળે દોડી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી છે. આગ કઈ રીતે લાગી તેનું ચોક્કસ કારણ અકબંધ છે. હાલ ફાયર ટિમ આગ પર કાબૂ મેળવા ભારે જહેમત ઉઠાવી છે.

Social