દાંડીના દરિયામાં ફરવા આવેલા ત્રણ પરિવારના 7 લોકો ગરકાવ : માતા અને બે પુત્રો સહિત ચાર લોકો લાપતા, ત્રણનો બચાવ

નવસારીના દાંડીના દરિયાકાંઠે રવિવારની રજામાં ફરવા આવેલા ત્રણ પરિવારના 7 લોકો દરિયાના પાણીમાં ગરકાવ થઈ જતા ખળભળાટ મચી જવા પામ્યો છે. 3 લોકોને બચાવી લેવાયા છે. જ્યારે માતા અને બે પુત્રો સહિત ચાર લોકો લાપતા થતા શોધખોળ હાથ ધરવામાં આવી છે. આજે રવિવારના દિવસે મોટી સંખ્યામાં લોકો દાંડીના દરિયા કિનારે ફરવા માટે આવ્યા હતા. તે સમયે જ મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં ત્રણ પરિવારના લોકો દરિયામાં ડૂબી ગયા હતા.

Social