સાણંદમાં જુના સ્ટેમ્પ મુજબ ૧૩૧ દસ્તાવેજ નોંધાયા : નવા કોઈ સ્ટેમ્પ ન ખરીદ્યા કચેરીમાં રહેતી ભીડ પણ ઓછી થઇ

રાજ્યમાં જંત્રી વધવાની મુદત પૂર્ણ થતા સાણંદ મિલ્કત ખરીદી કરતા લોકોએ જંત્રીમાં ભાવ વધારો થાય તે પહેલા જમીન અને મકાન વગેરે દસ્તાવેજ કરવા માટે અગાઉથી જ સ્ટેમ્પ,નોંધણી ફી ભરી નાખી હતી. ૧૭ એપ્રિલએ સાણંદ સબ રજિસ્ટ્રાર કચેરીમાં જુના સ્ટેમ્પ મુજબ ૧૩૧ દસ્તાવેજ થયા હતા જયારે સ્ટેમ્પ ખરીદીમાં પણ માત્ર ૩૦૦,૫૦૦ રૂપિયાના માત્ર ૧૦૦ જેટલા ઈ સ્ટેમ્પનું વેચાણ થયું હતું. જયારે કોઈએ મિકલત માટે સ્ટેમ્પની ખરીદી કરી ન હતી. સાણંદ ઇ સ્ટેમ્પ કેન્દ્ર અગાઉ ૧૩ એપ્રિલના રોજ 339 ઇ સ્ટેમ્પનું વેચાણ થયું જેની આવક રૂ.4.96 કરોડ થઈ હતી. જયારે ૧૭ એપ્રિલએ માત્ર ૧૨૦ આસપાસ સ્ટેમ્પનું વેચાણ થયું છે.
સાણંદ સબ રજીસ્ટ્રાર કચેરીમાં ૧૭ એપ્રિલએ ૧૩૧ દસ્તાવેજ નોંધાયા હતા. જેમાં તંત્રને સ્ટેમ્પ ડ્યૂટીની રૂ. 2 .71 કરોડ આવક થઈ હતી. અને નોધણી ફી ઇ ચલણ રૂ.૫૦.૭૬ લાખ મળી કુલ રૂ. 3.22કરોડ આવક થઈ હતી. જયારે 15 એપ્રિલ પહેલા જે લોકોએ જે સ્ટેમ્પ અને દસ્તાવેજ ટોકન લીધા હતા તેઓએ જૂની જંત્રીના ભાવ મુજબ દસ્તાવેજોની નોંધણી કરી કરાઈ હતી.

Social