અમદાવાદના જોધપુર વિસ્તારમાં AMTS બસ ચાલકે 8 વાહનોને મારી ટક્કર, અનેક લોકો ઇજાગ્રસ્ત

અમદાવાદના જોધપુરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.એએમટીએસના બસ ચાલકે એક સાથે આઠ વાહનોને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને લઇને સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી. આ અકસ્માતમાં અનેક લોકોને ઇજાઓ પહોંચી હતી.એઅમટીએસના બસ ચાલકે બસ ઓવરસ્પીડ અને ગફલતભરી રીતે ચલાવતા સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. પોલીસ સત્વરે ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મોડી રાતના સમયે અમદાવાદના જોધપુર વિસ્તારમાં એએમટીએસની બસે એક સાથે આઠ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં ચાર કાર, એક રિક્ષા, બાઇક સહિનના વાહનોને ટક્કર મારી હતી.જયારે વાહનો ટ્રાફિક સિગ્નલ પાસે ઉભા હતા ત્યારે એમટીએસના બસ ચાલકે પાછળથી તમામ વાહનોને અડફેટમાં લીધા હતા. . AMTSના ડ્રાઈવરની પોલીસે અટકાયત કરી છે. 151 હાટકેશ્વર ઘૂમા જતી AMTS બસ હોવાનું પ્રાથમિક માહિતીમાં બહાર આવ્યું છે.આ બસ તેના રૂટ જોધપુર વિસ્તારમાંથી પસાર થઇ રહી હતી, ત્યારે ટ્રાફિક સિગ્નલ પર ઊભેલા વાહનોને પાછળથી ટક્કર મારી હતી,અકસ્માતમાં થતા આજુબાજુના લોકો મોટી સંખ્માં ભેગા થઇ ગયા હતા. અને સત્વરે પોલીસને જાણ કરી હતી.

Social