સાણંદમાં પવન સાથે વરસાદ
રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે સાણંદ શહેર અને તાલુકામાં સોમવાર સાંજે 5:45 કલાકે વાતાવરણમાં અચાનક પલટો સર્જાયો હતો. ભારે પનવ અને ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને હલાકી પડી રહી છે. ભારે પવનના કારણે અનેક જગ્યાએ બેનરો ફાટી જવા પામ્યા હતા બીજી તરફ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પવન અને ગાજવીજ સાથે ધીમી ધારે ભર ઉનાળે વરસાદ શરૂ થયો હતો. દિવસભર તાપમાનનો પારો 40 ડિગ્રી પાર હતો અને ભારે બફારો અને ગરમી વચ્ચે લોકો ત્રાહિમામ થયાં હતા. જોકે ભારે પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી.
