બોટાદમાં લગ્નનો ચાંદલો લઇ આવતાં પરિવારનો જામનગરમાં અકસ્માત નડ્યો
સૂત્રોના કહેવા મુજબ જામનગરમાં સિકકામાં રહેતા એક પરિવારજનો બોટાદના ખસ ગામે લગ્નનો ચાંદલો લઇ બોલેરોમાં જવા રવાના થયા હતા. ત્યારે જામનગરના ફલ્લા ગામના બસ સ્ટેન્ડ પાસે કૂતરૂ વચ્ચે આવતા તેને બચ્ચાવા જતાં બોલેરો પલટી મારી જતા અકસ્માત થયો હતો. જેમાં 10 લોકોને ઇજા થઈ હતી. જેમાંથી એક ગંભીર ઇજાગ્રસ્તનું મોત નિપજયુ હતુ. જ્યારે તમામ ઇજાગ્રસતોને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડયા હતા.
