સાણંદમાં કમોસમી વરસાદથી APMCમાં ડાંગરના જથ્થાને નુકશાન
સાણંદના કડી રોડ પર આવેલ APMC સાણંદ ખાતે ગત સોમવારે એકાએક હવામાનમાં પલટો આવતા સાંજે અને રાતના સમયે પડેલ પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે APMCમાં વેપારીઓએ મુકેલ ડાંગરના જથ્થાને નુકશાન થયું હતું. ડાંગરનો જથ્થો વરસાદી પાણીમાં પલડી જતાં બગડી ગયો હતો. અગાઉના વર્ષોમાં પણ વેપારીઓને કમોસમી વરસાદથી નુકશાન થયું હોવાનું વેપારીઓએ કહ્યું હતું.
