પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસના 9મા માળે લાગેલી આગ કાબૂમાં આવી
અમદાવાદના પ્રહલાદનગર રોડ ઉપર સેલ પેટ્રોલ પંપની બાજુમાં આવેલા કોમર્સ હાઉસમાં નવમા માળે કોઈ કારણોએસઆર આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની 15થી જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોચીને આગ પર કાબૂમાં લેવા કામગીરી શરૂ કરી હતી.કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના બનતા લોકો દોડધામ મચી ગઈ હતી. અમદાવાદ AMC ફાયર વિભાગના અધિકારીઓ બનાવ સ્થળે પહોંચી ટીમ સાથે 64 લોકોનું 11 માળેથી રેસ્ક્યુ કર્યું હતું અને આગ પર કાબુ મેળવ્યો હતો.
