વૈષ્ણોદેવીથી બોપલ જતી દારુ ભરેલી કાર ઝડપાઈ
અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા શીલજ સર્કલ પાસે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂ ભરેલી કાર ઝડપી હતી. ટ્રાફિકજામમાં ફસાઈ જતા બુટલેગરો દારુ ભરેલી કાર મૂકીને ફરાર થઈ ગયા હતા. કારમાંથી 831 દારુની બોટલો મળી હતી એટલે કે અંદાજે 6 લાખથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
શહેરના પોર્સ એરિયા ગણાતા બોપલ અને શીલજ વિસ્તારમાં બુટલેગરો એક્ટિવ થયાની ચર્ચા સામે આવી હતી. SMCના અધિકારીઓને બાતમી મળી હતી કે, આ દારુ ભરેલી કાર બોપલ વિસ્તારમાં ક્યાક જવાની હતી. આ કારણોસર કારના નંબરના આધારે SMCની ટીમ તેનો પીછો કરી રહી હતી. જોકે, સર્કલ પાસે કાર ટ્રાફિકજામમાં ફસાતા આરોપીઓ કાર મૂકીને ફરાર થઈ ગયા હતા. આ મામલે હાલ કારના માલિકને શોધવા અને રીસીવરને શોધવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.
