અમદાવાદના સીજી રોડ પર મોટો ભુવો પડ્યો

શહેરમાં અનેક જગ્યાએ વરસાદી માહોલ પહેલા જ ભુવા પડવાની ઘટના બનતી હોય છે. ત્યારે શહેરના સૌથી વ્યસ્ત અને પોશ ગણાતા એવા સીજી રોડ ઉપર ભુવો પડ્યો છે. પંચવટી પાંચ રસ્તાથી સ્ટેડિયમ પાંચ રસ્તા તરફ જતા સીજી રોડ પર ગટરની નજીક જ મોટો ભુવો પડ્યો હતો. જે ભુવાને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બેરીકેડ મૂકવામાં આવ્યા હતા. ચોમાસા પહેલા શહેરમાં વારંવાર ભુવા પડી રહ્યા છે. સીજી રોડ ચાર વર્ષ પહેલા વર્ષ 2019માં અત્યાધુનિક રોડ બનાવવામાં આવ્યો હતો. તેમ છતાં આ રોડ પર પણ ભુવો પડતા કામગીરીની ગુણવત્તા બાબતે શંકા ઉભી થઇ હતી.
ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાના કુલ 146 જેટલા સ્થળોમાંથી 110 જેટલા સ્થળો પર પ્રિન્સિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી પૂર્ણ કરી દેવા હોવાના દાવા અંગે સવાલ ઉઠાવતા વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે આક્ષેપ કર્યો છે કે, પ્રિમોન્સૂનની કામગીરી પોકળ સાબિત થાય છે. શહેરના 48 જેટલા વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત કેચપટોની સફાઈ કરી લીધી છે. જો ચોમાસા દરમિયાન વરસાદી પાણીના સ્થળો ઉપર વિપક્ષ કોંગ્રેસ દ્વારા તપાસ કરવામાં આવશે અને જો પાણી ભરાયા હશે તો મેયરનું રાજીનામું માંગવામાં આવશે. જેથી પ્રિમોન્સુન કામગીરી નક્કર રીતે કરવા માટે તેમણે માંગ કરી હતી.

Social