ગાંધીનગર એલસીબી2એ દેશી પિસ્ટલ સાથે એક ઇસમને દબોચી લીધો

જિલ્લામાં લાયસન્સ વગર હથિયાર રાખનારાઓ સામે પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે. ત્યારે વધુ એક વખત જિલ્લામાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર એસીબી2એ દેશી બનાવટની પિસ્તોલ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ગાંધીનગર એલસીબી2 સ્ટાફના માણસો કલોલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે એક ઈસમ રવેચી ટી સ્ટોલની સામે બ્રિજની નીચે હાથમાં એક દેશી બનાવટની પિસ્તોલ રાખી બેઠેલ છે જે બાતમી હકીકતના આધારે પોલીસ સ્ટાફના માણસોએ ઉપરોક્ત સ્થળે દરોડો કરી દિલસાદ અમિર શાહ અલવીને ઝડપી લીધો હતો ત્યારબાદ તેની અંગ જડતી કરતા પાસ પરમિટ વગરની એક દેશી હાથ બનાવટની પિસ્તોલ મળી આવી હતી. આ પિસ્ટલ જેની કિંમત 5000 તથા મોબાઇલની કિમત મળી કુલ 10,000 ના મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અને એક અન્ય વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Social