ગુજરાત યુનિવર્સિટીની સંલગ્ન 34 કોલેજમાં BCom, BBA, BSc સહિત BSનો કોર્સ પણ શરૂ થશે
રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં એડમિશન માટે આ વર્ષથી GCAS પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે. જેમાં તમામ વિદ્યાર્થીઓ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે. રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીમાં પણ એડમિશન માટે GCAS પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વિદ્યાર્થીઓ આજથી રજિસ્ટ્રેશન સાથે અન્ય વિગતો પણ ઉમેરી એડમિશનની પ્રક્રિયા આગળ કરી શકશે. આ વર્ષથી ગુજરાત યુનિવર્સિટીમાં અલગ અલગ 34 કોલેજમાં BS કોર્ષ પણ શરૂ થશે જે ચાર વર્ષના હશે.
ગુજરાત યુનિવર્સિટીમાં આ વર્ષે સેન્ટ્રલાઇઝ એડમિશન પ્રક્રિયા કરવામાં આવશે. સામાન્ય કોર્ષની સાથે BCom, BBA, BSc, BCA, BA સહિત BSનો અભ્યાસ પણ ચાલુ થશે. જે ચાર વર્ષનો અભ્યાસ રહેશે. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન અલગ અલગ 34 કોલેજને BSનો કોર્સ શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન સાથે BSનો વિકલ્પ પણ પસંદ કરી શકશે.ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, GCAS પોર્ટલ પર રજિસ્ટ્રેશન કર્યા બાદ કોલેજ દીઠ મેરીટ બનશે. BSમાં UGના કોર્સ ચાલશે. જે વિદ્યાર્થીઓ એડમિશન લેવા ઈચ્છતા હોય તે ચોઈસ પસંદ કરી શકશે.
કઈ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, IIT, શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા અને વીર નર્મદ સાઉથ યુનિવર્સિટીમાં
