વૈષ્ણોદેવી સર્કલ નજીક અવાવરું પ્લોટમાંથી મળી આવેલ આધેડની લાશ મામલે પોલીસે યુવકની ધરપકડ કરી

અમદાવાદમાંથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વૈષ્ણોદેવી સર્કલ નજીક અવાવરું પ્લોટ માંથી મળી આવ્યો છે.પોલીસે તપાસમાં હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે. હત્યા કરનાર અન્ય કોઈ નહિ મૃતક સાથે યુવકે જ રૂપિયાની લેતી દેતિમાં હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે.

નિર્ણયનગર ખાતે આવેલા શાન્તારામ કોમ્પલેક્ષ પાસે રહેતા મૃતક નિલેષભાઇ વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી એસજીવીપી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા હતા. તેમના પરિવારમાં પત્ની અને પુત્ર તથા પુત્રી છે. મૃતક ગત તા. 11મીએ સવારે ઘરેથી નીકળીને નોકરીએ ગયા હતા. પરંતુ સાંજે ઘરે આવ્યા ન હોવાથી પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. શોધખોળ દરમિયાન પરિવારના લોકોને હોસ્પિટલમાં પહોંચીને તપાસ કરતા જાણવા મળ્યું કે નિલેશભાઈ સાંજે પંચિંગ કરીને નીકળી ગયા હોવાનું સામે આવ્યુ હતું. ગત સોમવારે એસપી રીંગ રોડ પર શક્તિ કન્વીશનની બાજુના વરંડામાં અવાવરૂ જગ્યાએ લાશ મળી આવી હતી. જે લાશની ઓળખ કરતા નિલેષભાઇની હોવાથી બોપલ પોલીસે નિલેષભાઇના પરિવારને બોલાવીને ખરાઇ કરી હતી. ત્યારે પરિવારજનોએ એક શખ્સ પર શંકા વ્યક્ત કરી હતી. નિલેષભાઇની સાથે હોસ્પિટલમાં હાઉસકિપીંગનું કામ કરતો અને શખ્સ નિલેષભાઇને અવારનવાર હેરાન કરતો હોવાનો આક્ષેપ થતાં બોપલ પોલીસે આ મામલે ગુનો નોંધી શંકાસ્પદ આરોપીની અટકાયત કરી હતી. જોકે આરોપી રમેશ નું કહેવું છે કે હત્યા માત્ર 10 હજાર રૂપિયાની લેતી દેતી હતીમાં થઇ હોવાનું ખુલ્યું છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Social