કચ્છના રણમાં જમીન કબજે લેવા મામલે બે જૂથ આમને-સામને : ધડાધડ ફાયરિંગમાં એક વ્યક્તિને માથામાં ગોળી વાગતા ઘટનાસ્થળે જ ઢળી પડ્યો, જ્યારે અન્ય ત્રણ લોહીલુહાણ
કચ્છના રણમાં મીઠા માટે જમીન કબજે લેવા મામલે ગત સોમવારે બે જૂથ આમને-સામને આવી જતાં એક જૂથે બીજા જૂથ ઉપર બંદૂક વડે ફાયરિંગ કર્યું હતું. જેમાં 4 લોકો ઘાયલ થયા હતા, તે પૈકી ધડાધડ ફાયરિંગમાં એક વ્યક્તિને માથામાં ગોળી વાગતા ઘટનાસ્થળે જ ઢળી પડ્યો, જ્યારે અન્ય ત્રણ લોહીલુહાણ થતા હોસ્પિટલ ખસેડાયા છે.
કચ્છના રણમાં મીઠું પકવવાની જમીન કબજે લેવા બાબતે ગોળીબાર થયો હતો. 5 ગાડીઓ ભરીને આવેલા એક જૂથે સામે તરફ ઊભા અન્ય એક જૂથ પર ધડાધડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક વ્યક્તિને માથામાં ગોળી વાગતા ઘટનાસ્થળે જ ઢળી પડ્યો, જ્યારે અન્ય ત્રણને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક ઈસમને માથાના ભાગે ગોળી વાગતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ તેનું આજે સવારે મોત થયું છે. સામખિયાળી પોલીસમાંફરિયાદ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.
