અમદાવાદની ફાર્મા ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ થતા આગ લાગી, છ લોકોને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા

અમદાવાદ શહેરના નારોલ શાહવાડી વિસ્તારમાં આવેલા સરદાર એસ્ટેટમાં સ્ટેબિકોન વિટામીન ફાર્મા ફેક્ટરીમાં રાત્રે બોઇલર ફાટવાની ઘટના બની હતી. બોઇલર ફાટતા ફેક્ટરીના માલિક સહિત છ લોકોને ઇજા થઈ હતી. તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમજ ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ દ્વારા હાલ આગને કાબૂમાં લેવામાં આવી છે.
નારોલ વિસ્તારમાં શાહવાડી નજીક આવેલા સરદાર એસ્ટેટમાં સ્ટેબિકોન વિટામીન ફાર્મા ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી. જેથી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લેવામાં આવી હતી. જ્યારે ફેક્ટરીના માલિક સહિત પાંચ કર્મચારીઓ મળી કુલ છ લોકોને ઈજા થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, હાલ ઇજાગ્રસ્તોની હાલત કેવી છે તે અંગે હજુ સુધી જાણવા મળ્યું નથી.ફાયરબ્રિગેડની પાંચ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે ત્યાં પહોંચી જોયું તો બોઈલર ફાટવાની ઘટના બની હતી. જેમાં આગ લાગતા કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા. જેથી 108 એમ્બ્યુલન્સ પણ બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લેવામાં આવી હતી.

Social