ચાંદખેડા પોલીસે ટેન્કરમાંથી ડિઝલ અને પેટ્રોલની ચોરી કરતા ત્રણને ઝડપી પાડયા
ઝુંડાલ અનન્યા સ્કુલ પાસે આવેલા એક ખેતરમાં ત્રણ શખ્સો ભેગા થઈને એક ટેન્કરમાંથી ડિઝલ અને પેટ્રોલની ચોરી કર્યા હોવાની ચાંદખેડા પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે તે જગ્યાએ દરોડો પાડીને ટેન્કરમાંથી પેટ્રોલ – ડીઝલની ચોરી કરી રહેલા લક્ષ્મણ ગુપ્તા (ઉ.વ.52, રહે. લાંભારોડ), ઉગ્રશ્યામ ઉર્ફે ઉગ્ગુ રાજપુત (ઉ.વ.51, રહે. ચાંદખેડા) અને તેનો ભાઈ અશોક રાજપુતને ઝડપી પાડ્યા હતા.
આ ત્રણેય ભેગા મળીને ટેન્કરમાંથી 90 લિટર પેટ્રોલ અને 120 લિટર ડિઝલની ચોરી કરી હતી. જેથી પોલીસે ટેન્કર સહિત કુલ રૂ.26.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓની પૂછપરછ શરૂ કરી હતી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન ટ્રેન્કર બારેજા ઈન્ડિયન ઓઈલના ડેપોથી પેટ્રોલ ડીઝલ લઈને વાવોલ સરબા પેટ્રોલિયમ તથા બીજા એક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડિઝલ આપવાનું હોવાથી ટેન્કર લઈને નીકળ્યા હતા. ત્યારબાદ તેઓ પેટ્રોલ ડિઝલની ચોરી કરવા માટે ટેન્કર ઝુંડાલ લાવ્યા હતા અને પેટ્રોલ -ડિઝલ કાઢી રહ્યા હતા ત્યારે પકડાઈ ગયા હોવાનું જણાવ્યું હતુ.
