શેલામાં ઘરમાંથી રૂ.13.16 લાખની ચોરે ચોરી કરી ફરાર
સાણંદના શેલાની એક સોસાયટીના બંગલામાં પતિ પત્ની સૂતા હતા અને ચોરે ઘરમાંથી રોકડ,સોના ચાંદીના દાગીના કુલ રૂ.13.16 લાખની ચોરી કરી હતી આ અંગે બોપલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સાણંદ તાલુકાનાં શેલામાં આવેલ વ્રજ ગાર્ડન સોસાયટીમાં 2-269 ખાતે કિશોરભાઇ બાલશંકર રાજપુરોહિત અને તેઓના પતિની બેડરૂમમા સુઇ ગયેલ હતા અને કિશોરભાઇને સવારે પાંચેક વાગ્યે બેડરૂમની બહાર હોલમા પહોચ્યા ત્યારે ઘરમાં ચોરી થયાની જાણ થતાં તપાસ કરતાં ચોર ઇસમે ડાઈનીંગ હોલની સ્લાઈડર વાળી કાચની બારી ખોલી ઘરમા પ્રવેશ કરી સોના,ચાંદીના અલગ અલગ દાગીના તેમજ રોકડ મળી કુલ રૂ.13,11,200/- ના મુદ્દામાલની ચોરી થઈ હતી. કિશોરભાઇએ બોપલ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
54