સાણંદના ચાચરાવાડી વાસણા પાસે ST બસની ટક્કરે યુવકનું સારવાર દરમ્યાન મોત

સાણંદના ચાચરાવાડી વાસણા ગામ પાસે ગામનો યુવક રોડ ક્રોસ કરતા સમયે રોડ પર જતી જીએસઆરટીસી લકઝરી વોલ્વો બસના ચાલકે અકસ્માત કરતાં યુવકને ઇજાઓ થતાં સારવાર માટે ખસસેડયો હતો જ્યાં યુવકનું સારવાર દરમ્યાન મોત થયું હતું.

ચા. વાસણા ગામે રહેતા મહેશભાઈ હરિભાઈ ચૌહાણ 14 મેના રોજ બપોરે બાવળા સરખેજ હાઇવે પર આવેલ ચા. વાસણા ગામ પાસે રોડ ક્રોસ કરતાં હતા ત્યારે જીએસઆરટીસી લકઝરી વોલ્વો બસના ચાલકે બસ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી મહેશભાઈ સાથે અકસ્માત કરતાં તેઓને શરીરે અને માથામાં પાછળના ભાગે ઇજાઓ પહોચી હતી. સારવાર માટે અસારવા સીવીલ હોસ્પિટલમાં ખસેડયા હતા. 17 મેના રોજ મહેશભાઈનું સારવાર દરમ્યાન મોત થતાં બનાવ અંગે મહેન્દ્રભાઈ નરરશનભાઈ રાઠોડએ ચાંગોદર પોલીસમાં જીએસઆરટીસી લકઝરી વોલ્વો બસના ચાલક સામે ફરિયાદ કરી હતી.

Social