ઈમિગ્રેશન અધિકારીએ બનાવટી પાસપોર્ટ સાથે મુસાફરી કરી રહેલા શખ્સને ઝડપી પોલીસેને સોંપ્યો
સરદાર પટેલ ઈન્ટરનેશલ એરપોર્ટ પર દોહાથી અમદાવાદની ફ્લાઈટના પેસેન્જરનું ઈમિગ્રેશન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય બનાવટી પાસપોર્ટ સાથે રાણીપ વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર કુમાર પટેલ ઉ.વ ૫૧ની ધરપકડ કરવામાં આવી છે. જીતેન્દ્ર પટેલે વર્ષ ૨૦૨૧માં રૂપિયા ૫૦ લાખ આપીને કલોલના રહેવાસી એવા જગાભાઈ પાસેથી બનાવટી પાસપોર્ટ બનાવ્યો હોવાની કબૂલાત ઈમિગ્રેશન ઓફિસર સમક્ષ કરી છે. બાદમાં આરોપી જીતેન્દ્ર પટેલને એરપોર્ટ પોલીસને સોપવામાં આવ્યો છે.હાલ એરપોર્ટ પોલીસે જીતેન્દ્ર પટેલ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરુ કરી છે.
રાણીપ વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર કુમાર પટેલ ઉ.વ ૫૧ નામ શખ્સે વર્ષ ૨૦૨૧થી ૨૦૨૨ દરમિયાનમાં કલોલમાં રહેતા શખ્સ જગાભાઈને રૂ.૫૦ લાખ આપીને ભારતીય અજણ્યા શખ્સના ભારતીય પાસપોર્ટમાં પોતાનો ફોટો ચોંટાડીને મુંબઈથી અમેરિકા સુધીની મુસાફરી કરી ચુક્યા હતા.ગત ૧૭ મેંના રાત્રીના બે વાગ્યે સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-૨ પર આવ્યા તે વખતે ઈમિગ્રેશન ચેકીગમાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો કારણકે પાસપોર્ટમાં અગાઉના પ્રવાસની ડીટેઇલના સ્ટેમ્પ મળી આવ્યા નહતા જેથી ઈમિગ્રેશન ઓફિસરે જીતેન્દ્ર કુમારની પૂછપરછ હાથ ધરીને એરપોર્ટ પોલીસને સોપી દેવામાં આવ્યો છે. ત્યારે એરપોર્ટ પોલીસે જીત્નેદ્ર કુમાર પટેલ સહીત ત્રણ શખ્સો સામે ગુનો નોંધીને જીતેન્દ્ર કુમાર પટેલની ધરપકડ કરીને અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
