અમદાવાદમાં ઈમ્પેક્ટ ફીની 21 હજારથી વધુ અરજીઓ પેન્ડિંગ

છેલ્લા એક વર્ષથી ઇમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં છે ત્યારે શહેરમાં ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરાવવા માટે છેલ્લા એક વર્ષમાં ઇમ્પેક્ટ ફીની 53175 જેટલી અરજીઓ આવી છે, જેમાંથી 31876 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. બાકીની અરજીઓ હાલમાં પેન્ડિંગ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ઇમ્પેક્ટ ફીની કરોડો રૂપિયાની આવક થઈ છે. બિલ્ડિંગના પ્લાન- સ્કેચ, લિફ્ટ- ફાયર, સોસાયટી, હાઇ-વે લાઈન, ONGC વગેરેની NOC, બાંધકામના પૂરતા પુરાવા રજૂ ન કરવા તેમજ ઓનલાઈન પોર્ટલ ઉપર જરૂરી પુરાવા અને દસ્તાવેજ અપલોડ કરવામાં આવતા નથી. જેના કારણે ઇમ્પેક્ટ ફીની કામગીરી ઝડપી બનતી નથી.
​​​​​​​સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા જે ઇમ્પેક્ટ ફીનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે તેમાં બાંધકામોને કાયદેસર કરાવવા માટે ઇમ્પેક્ટ ફીની છેલ્લા એક વર્ષમાં 53175 જેટલી અરજીઓ આવી છે, જેમાંથી 31876 અરજીઓને મંજૂરી આપી દેવામાં આવી છે. ખૂટતા પુરાવાઓ અને અન્ય કારણોસર ઇમ્પેક્ટ ફીની અરજીઓ હજી સુધી નિકાલ થઈ શક્યો નથી. જે અન્ય અરજીઓ છે તેના માટે સ્ક્રુટીનીગ ચાલી રહ્યું છે. લોકો પૂરતા પુરાવા પ્લાન અને અન્ય જરૂરી દસ્તાવેજો જમા ન કરાવતા હોવાના કારણે ઇમ્પેક્ટ ફીનો નિકાલ થઈ શકતો નથી.
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022માં ઇમ્પેક્ટ ફીનો કાયદો લાગુ કરવામાં આવ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સૌથી વધુ દક્ષિણ ઝોનમાં 10110 અરજીઓ આવેલી છે. જેમાં માત્ર 4701 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. સૌથી ઓછી અરજીઓ કોટ વિસ્તાર એવા જમાલપુર, ખાડિયા, શાહપુર દરિયાપુર વિસ્તારમાંથી 3902 મળી છે જેમાંથી માત્ર 1062 મંજૂર કરવામાં આવી છે. સૌથી વધુ અરજીઓ ઇમ્પેક્ટ ફી માટે જરૂરી પ્લાન અને સ્કેચ રજૂ ન કર્યા હોય તેવી અને ઓનલાઇન પોર્ટલ પર પુરાવા અપલોડ ન કર્યા હોય તેવા અરજીઓ બાકી છે.

Social