અમદાવાદમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલે ઈંગ્લીસ દારુ ઝડપી પાડયો

અમદાવાદમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડી સ્થાનિક પોલીસને દોડતી કરી દીધી હતી. સોલા, નારણપુરા અને સરખેજ પોલીસ મથકની હદમા સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડી લાખો રૃપિયાના દારુ સાથે આરોપીઓને ઝડપી પાડયા. જોકે આ દરોડા બાદ એવી વાતો વહેતી હતી કે સ્થાનિક પોલીસ અને અમદાવાદની એજન્સીઓ ગેરકાયદે પ્રવૃતિઓ ડામવા નિષ્ફળ રહી હોય તેવું લાગી રહ્યું છે. એટલું નહીં ગેરકાયદે પ્રવૃતિઓ પર અંકુશ લાવવાની અવારનવાર ફરિયાદો મળતા સ્ટેટ મોનીટરીંગ સેલને દરોડા પાડવાની ફરજ પડતી હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.
ગેરકાયદે પ્રવૃતિ અને તેને ચલાવનારા લોકો સામે કડક પગલા લેવાની ઉચ્ચ અધિકારીઓ તરફથી સૂચના આપવામાં આવી હતી. ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલે અમદાવાદમા દરોડા પાડતા ગુનેગારોમા ફફડાટ વ્યાપી ગયો. સ્ટેટ મોનીટરીંગ સેલે સરદાર પટેલ રિંગ રોડ પર આવેલી અમદાવાદ હદમાં આવતા સનાથલ બ્રિજ પાસેથી વિદેશી દારૂની 965 બોટલો પકડી હતી. જેની કિંમત 1.16 લાખ થાય છે, તે ઉપરાંત બે મોબાઈલ અને 2500 રૂપિયાની રોકડ અને વાહન સહિત કુલ 6.43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલએ આ કેસમાં રાજસ્થાનના ડુંગરરામ જાટ અને સુરેશ જાટની ધરપકડ કરી હતી. જ્યારે પ્રવિણ જાટ સહિત અન્ય બે લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતાં. તેમજ સ્ટે મોનીટરીંગ સેલએ એસજી હાઈવે પર આવેલ છારોડી પાટીયા પાસેથી વિદેશી દારૂની 1910 બોટલો પકડી હતી. જેની કિંમત 2.40 લાખ થાય છે. સ્ટેટ મોનીટરીંગ સેલએ દારૂ સહિત એક વાહન પણ કબજે કર્યું હતું અને 10 લાખનો જપ્ત કર્યો હતો. આ રેડમાં ટોયોટા ઈનોવામાં આવેલા ડ્રાઈવર સહિત ચાર લોકોને વોન્ટેડ જાહેર કર્યાં હતા. તે ઉપરાંત નારણપુરા રેલવે ક્રોસિંગ પાસે પણ સ્ટેટ મોનીટરીંગ સેલએ રેડ કરી હતી. જ્યાંથી વિદેશી દારૂની 1.26 લાખની કિંમતની 66 બોટલો કબજે કરી હતી. તે ઉપરાંત એક વાહન અને મોબાઈલ સહિત 4.56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી. જ્યારે સાગર નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરાયો હતો. અગાઉ બોપલ પોલીસ મથકની હદમાંથી પણ દારુ ઝડપી લેવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે સ્ટેટ મોનીટરીંગ સેલના હાથે ચડેલાઓમાંથી કોઈએ કારની સીટ નીચે તો કોઈએ કારના બોનેટમાં દારૂ સંતાડ્યો હોવાનું સામે આવ્યું હતું.

Social