ચાંદખેડા ડૉમીનોંઝ પીઝા પોઇન્ટ બહાર બે ડિલીવરી બોય વચ્ચે મારામારી
ચાંદખેડા વિસ્તારમાં રહેતા ઉત્સવ રવિન્દ્રભાઈ શ્રીમાળીએ અજય પરમાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું છે કે તે ડૉમીનોં ઝ પીઝામા ડિલીવરી બોય તરીકે નોકરી કરે છે. બે દિવસ અગાઉ ઉત્સવ ભાઈ પગાર લેવા માટે ડૉમીનોં ઝ પીઝા ખાતે ગયા હતા. જ્યાં તે ત્યાં કામ કરતા મિત્ર દશરથ પરમાર સાથે ડૉમીનોંઝ પીઝા બહાર વાતો કરી રહ્યા હતા. આ દરમિયાન ડૉમીનોંઝ પીઝામા ડિલીવરી બોય તરીકે કામ કરતો અજય પરમાર પીઝા ડિલીવરી કરી ત્યાં આવ્યો હતો અને મિત્ર દશરથ સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો.
જેથી દશરથએ અજય ને તું બધા સાથે આવું વર્તન કરીશ તો તને કોઈક મારશે તેવી વાત ઉત્સવની સામે જોઈ મજાકમા કહી હતી. જેને લઈ અજયે ઉશ્કેરાયેઈ મને કોણ મારશે તું મને મારિષ તાકાત હોય તો મારી બતાવ તેમ કહી ઉત્સવને લાફો મારી દીધો હતો. આટલું જ નહીં તેણે પાછળથી ઉત્સવને માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના બે ઘા ઝીંકી દીધા હતા. આ ઝઘડામાં મિત્ર દશરથ વચ્ચે છોડાવવા પડતાં અજયે તેને તું વચ્ચે પડીશ નહીં આ ઉત્સવને તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. જોકે બૂમાબૂમ થતાં અન્ય લોકો એકઠા થઈ જતા અજય ત્યાથી નાસી છુટયો હતો. બીજીબાજુ હુમલામા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં ઉત્સવને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે બાદ આ મામલે ઉત્સવએ સાથીકર્મી અજય સામે ચાંદખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
