સરી પાટીયા નજીક ડમ્પરે કાર ને ઉડાડી કોઈ જાન હાની નહીં-અહેવાલ: ગોપાલ મકવાણા.

સરખેજ બાવળા નેશનલ હાઈવે પર આવેલું સરી ગામ ના પાટીયા નજીક શનિવાર સવારે બાવળા તરફથી આવતી કાર ને ડમ્પર ચાલકે ટક્કર મારતા કાર ફંગોળાઈને ઝાડ સાથે અથડાઈ હતી જોકે કારચાલક નો આબાદ બચાવ થયો હતો ડમ્પર ચાલક ડમ્પર મૂકી ફરાર થઈ ગયો હતો અકસ્માતમાં કારને આગળના ભાગે તેમજ સાઈડમાં નુકસાન થવા પામ્યું હતું માતેલા સાંઢની માફક બેફામ દોડતા ડમ્પર ચાલક વિરુદ્ધ પોલીસ ક્યારે એક્શન લે છે તે જોવાનું રહ્યું

Social