વ્યાપાર ની ગુરૂચાવી
આજ ના પ્રકરણ માં આપણે જોઈશું કે વ્યાપાર માં કેવી રીતે પોતાના વ્યાપાર ને ટકાવી રાખવો, હરીફાઇ નો સામનો કઈ રીતે કરવો,ગ્રાહક ને કઈ રીતે ઓળખવા. હરીફાઇ માં ટકી રેહવા સારી યોજના કઈ રીતે બનાવી.
સારી યોજના કોને કહેવાય:
એક મજબૂત યોજના આપણાં વ્યાપાર ને આગળ વધારવામાં મદદ કરે છે.તે યોજના આપણાં વ્યાપાર ની basic values ને દર્શાવે છે.જે ટીમ યોજના બનાવે છે એ ટીમ એ આખા યુનિટ માંથી inputs એકઠા કરવા જોઈએ.જેથી દરેક વિભાગની અગત્યતાઑ વચ્ચે સમાનતા રહે.તમામ યોજના અમલ માં મુકી શકાય એમ હોવી જોઈએ.જ્યારે કોઈ સારી યોજના બનાવતા હોય ત્યારે આપણે જે લક્ષ્યાંક સુધી પોહચવું હોય એ અને જે લક્ષ્યાંક આપણે હાસિલ કરી લીધા હોય એ ધ્યાન માં રાખવા જોઈએ.એનાથી નિર્ણય લેવાની બાબતે આસાની રહે છે.સારી યોજના પ્રોપર research ,પ્લાનિંગ અને ઇન્ટરનલ ટેસ્ટિંગ પર આધારિત હોય છે.સારી યોજના એક દિવસ માં ના બને એ એક લોંગ પ્રોસેસ છે.સારી યોજના થી તમે તમારા હરીફો સામે માર્કેટ માં ટકી શકશો.
હરીફાઇ માં આગળ રહેવા માટે ઘણી બાબતો ધ્યાન માં રાખવી જરૂરી છે:
1) વ્યાપાર માં ટકી રેહવા માટે પેહલા હરીફાઇને ઓળખો,હરીફો ને ઓળખો ,તેમના વ્યાપાર ને જાણો તે બજાર માં શું વેચી રહ્યા છે એ જોવો.એમના મજબૂત અને નબળા પાસાં સમજો.એનાથી તમારે હરીફાઇ માં કઈ રીતે ટકી રેહવું અને કઈ રીતે વ્યાપાર ની વ્યુહરચના બનાવી એ સમજાશે.
2) વ્યાપાર માં ટકી રેહવા માટે ગ્રાહક ને સમજવું ખૂબ જ જરૂરી છે. ઘણા ગ્રાહક ને quality થી ફરક નથી પડતો પણ ભાવ થી ફરક પડે છે.એમને ઓછા ભાવે વસ્તુ લેવી હોય છે.જ્યારે ઘણા ગ્રાહક એવા હોય છે એમના માટે quality જરૂરી હોય છે ભાવ થી ફરક ના પડે.માટે આપણી પાસે બંને ટાઇપ ના ગ્રાહક જળવાઈ રહે એ રીતની વસ્તુ હોવી જોઈએ.ગ્રાહક ની ડિમાંડ ને સમજી ને વ્યાપાર કરવો જરૂરી છે અને ગ્રાહક ને એ રીતે પ્રોડક્ટ પૂરી પાડો કે એમને તમારા હરીફ પાસે જવાની જરૂર ના પડે.
3) વ્યાપાર માં મજબૂત રીતે ટકી રેહવા માટે માર્કેટિંગ પણ ખુબ મહત્વ નો ભાગ ભજવે છે.પોતાના વ્યાપાર ની જાહેરાત continue કરતાં રહો.લોકો ને તમે શું વેચો છો,તમારા પ્રોડક્ટસ ની quality શું છે.એ ધ્યાન માં રેહવું જોઈએ.તો જ્યારે પણ એમને એ વસ્તુ ની જરૂર પડે તો મગજ માં તમારો વિચાર પેહલા આવવો જોઈએ એ રીત નું માર્કેટિંગ હોવું જોઈએ.
4) અત્યારે તો social media માર્કેટિંગ માટે બેસ્ટ છે.તમે social media માં એક્ટિવ રહો અને up to date રહો.અને એ પ્રમાણે માર્કેટિંગ માં ફેરફાર કરતાં રહો.
5) બીજું એ કે નવા ગ્રાહક શોધવા માં જૂના ગ્રાહક ને નજરઅંદાજ ના કરતાં એમની જરૂરિયાત ને પણ ધ્યાન માં રાખવી જરૂરી છે.રોજ વ્યાપાર માં કઈક નવું કરવાની try કરો.નવી નવી offers લાવો,કોઈ સ્કીમ લાવો.જૂના customers ને discount આપો.નવા ગ્રાહક શોધવા કરતાં જૂના જાળવી રાખવા સસ્તા પડે માટે એ ના જાય બીજે એ ધ્યાન માં રાખવું.
