વાડજમાંથી હોમ ડિલિવરી કરવા લાવેલા 137 દારૂની બોટલ PCBએ પકડી
રાજ્યમાં દારૂબંધી હોવા છતાં હોમ ડિલિવરીમાં દારૂ મળે છે.PCB એ વાડજમાંથી હોમ ડિલિવરી માટે લાવવામાં આવેલા 137 બોટલ દારૂ અને બિયર કબ્જે કરી છે.આરોપીઓ ટુ વ્હીલર મારફતે દારૂની હોમ ડિલિવરી કરવા જતા હતા.આરોપીઓની ધરપકડ કરી તેમને દારૂ મોકલનાર વ્યક્તિની શોધખોળ શરૂ કરવામાં આવી છે.સમગ્ર મામલે વાડજ પોલીસ સ્ટેશન ગુનો નોંધવામાં આવ્યો છે.PCB એ બાતમીના આધારે વાડજ પંચરાહી ફ્લેટમાં રેડ કરી હતી.આ દરમિયાન ફલેટમાંથી અને નીચે પડેલા ટુ વ્હીલરમાંથી વિદેશી દારૂ અને બિયરની 137 બોટલ મળી આવી હતી.પોલીસે 1,33,255 રૂપિયાના દારૂ સહિત 2,43,755 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.આ ઉપરાંત દારૂના જથ્થા સાથે તુષાર પટેલ અને દિનેશ ઉર્ફે ડેની બામણીયાની ધરપકડ કરી છે.આરોપીઓ વિરુદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
તુષાર પટેલ દારૂ લાવતો હતો જેને ડેની ટુ વ્હીલર દ્વારા ઓર્ડર પ્રમાણે હોમ ડિલિવરી કરવા જતો હતો.આરોપીઓને ખોરોજ ગામમાં રહેતા અવિનાશ પટેલ પાસેથી દારૂનો જથ્થો મળતો હતો.આરોપીઓ પાસેથી 1.33 લાખના દારૂ સહિત 2.43 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.આરોપીઓ કેટલા સમયથી આ પ્રકારે ધંધો કરતા હતા તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જ્યારે ફરાર આરોપીની પણ શોધખોળ શરૂ કરી છે.બોક્ષ કારની અંદર વિદેશી દારૂની 40 અલગ અલગ બોટલ મળી આવીબોડકદેવ પોલીસ દ્વારા સ્પેશિયલ વાહન ચેકિંગ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી હતી. ત્યારે થલતેજ-શીલજ બ્રિજ તરફથી એક કાળા કલરની શંકાસ્પદ ગાડી આવતી હતી. જેને રોકીને તપાસ કરવામાં આવી તો અંદર વિદેશી દારૂની 40 અલગ અલગ બોટલ મળી આવી હતી. આ દારૂની બોટલ ગાડીમાં રાહુલ ઠાકોર, મેહુલ ઠાકોર, અમીત ઠાકોર અને સલીમ ખાન પઠાણ નામના ચાર શખ્સો મળી આવ્યા હતા. આ દારૂનો જથ્થો અમિત ઠાકોરનો જન્મદિવસ હોવાથી ચારે ભેગા મળી કલોલના જીગર ઠાકોર પાસેથી પાર્ટી કરવા માટે લાવ્યા હતા. પોલીસે ચારે આરોપીઓની ધરપકડ કરી ગુનો નોંધ્યો.
