મુલસાણ ગામે લાકડા મૂકવા બાબતે 4 શખ્સોએ યુવાન પર દાંતી વડે કર્યો હુમલો

સાણંદ પાસે આવેલ કલોલના મુલસાણ ગામે લાકડા મૂકવા બાબતે 4 શખ્સોએ યુવાનને પર દાંતી વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ઇજાગ્રસ્ત ફરિયાદીને પ્રાથમિક સારવાર માટે કલોલ શ્રદ્ધા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના અંગે આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો દાખલ કર્યા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

   કલોલ તાલુકાના મુલસાણ ગામ ખાતે રહેતા નટવરજી શંકરજી ઠાકોર સવારના સમયે તેઓ તેમના પાર્લર ખાતે હાજર હતા તે વખતે તેમની વડીલોપાર્જિત જમીનમાં તેમના પાર્લર પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં તેમનો ભત્રીજો સંજયજી ઠાકોર લાકડા મૂકતો હતો જેથી ફરીએદીએ જણાવેલ કે ભાઈ અડધી જગ્યામાં લાકડા મુકો અને બીજી અડધી જગ્યામાં હું લાકડા મુકીશ ત્યારે  તેમનો ભત્રીજો હું બધી જગ્યામાં લાકડા મુકીશ તમારે જે થાય તેમ કરી લો તેમ બોલી જેમ મન ફાવે તેમ ગાળો બોલવા લાગ્યો હતો અને તેમનું ઉપરાણું લઈ પાર્વતીબેન બળદેવજી ઠાકોર તથા વિજયજી બળદેવજી ઠાકોર, બળદેવજી શંકરજી ઠાકોર આવી ગયેલા અને હાથમાં દાંતી લઈ હુમલો કર્યો હતો ઘટનાની જાણ થતાં ફરિયાદીનો દીકરો અને તેની પત્ની આવી ગયેલ અને તેમને વધુ મારમાંથી છોડાવ્યા હતા ત્યારબાદ આ તમામ આરોપીઓ હવે અહીંયા લાકડા મૂકિશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ત્યાંથી ચાલ્યા ગયા હતા. બાદમાં ઇજાગ્રસ્ત ફરિયાદીને પ્રાથમિક સારવાર માટે કલોલ શ્રદ્ધા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સારવાર કરાવ્યા બાદ નટવરજી શંકરજી ઠાકોરે સાંતેજ પોલીસ મથકમાં સંજયજી બળદેવજી ઠાકોર, પાર્વતીબેન બળદેવજી ઠાકોર, વિજયજી બળદેવજી ઠાકોર તથા બળદેવજી શંકરજી ઠાકોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
Social