સાણંદના બાયપાસ પાસે બાઇક ચાલકે એક્ટીવાને ટક્કર મારી ફરાર, યુવક ઇજાગ્રસ્ત
સાણંદમાં રહેતા 27 વર્ષીય અવનીશભાઈ મહેન્દ્રભાઈ પુજારા એક્ટિવા લઇને અમદાવાદ નોકરીએ જતો હતો ત્યારે સાણંદ શહેરના એસ્સાર બાયપાસ પાસે અજાણ્યા બાઇક ચાલકે હાઇવે પર જતાં એક્ટિવાને પાછળથી ટક્કર મારતા ચાલક અવનીશભાઈ રોડ પર પડી જતાં તેઓને પગમાં ઇજાઓ થઈ હતી. અકસ્માત બાદ બાઇક ચાલક ફરાર થયો હતો. જ્યારે આસપાસમાંથી લોકો દોડી આવી ઇજાગ્રસ્તને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો. સગમ્ર બનાવ અંગે મહેન્દ્રભાઈએ સાણંદ પોલીસમાં ફરાર અજાણ્યા બાઇક સામે ફરિયાદ નોંધાઈ છે.
